Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો
NCERTExercise
Number Of Questions21
Academic Year2023-24
  1. 4.7 m લંબાઈ અને `3.0 xx10^(-5) m^(2)` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા 3.5 m લંબાઈ અને `4.0 xx10^(-5) m^(2)` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, તો સ્ટીલ અને તાંબાનાં યંગ મૉડ્યુલસનો ગુણોત્તર શું હશે ?


    02:49
    View Solution
  2. આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ-વિકૃતિ વક્ર આકૃતિ 9.11 માં દર્શાવેલ છે, તો આ દ્રવ્ય માટે (a) યંગ મૉડ્યુલસ?


    00:54
    View Solution
  3. આપેલ દ્રવ્ય માટે પ્રતિબળ-વિકૃતિ વક્ર આકૃતિ 9.11 માં દર્શાવેલ છે, તો આ દ્રવ્ય માટે. (b) અંદાજિત આધિન પ્રબળતા કેટલી હશે ?


    01:04
    View Solution
  4. આકૃતિ 9.12માં દ્રવ્ય A અને B માટે પ્રતિબળ-વિકૃતિ-આલેખ દર્શાવેલ છે. આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે. (a) ક્યા દ્રવ્યનો યંગ મૉડ્યુલસ મોટો હશે ?


    00:42
    View Solution
  5. આકૃતિ 9.12માં દ્રવ્ય A અને B માટે પ્રતિબળ-વિકૃતિ-આલેખ દર્શાવેલ છે. આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે. (b) બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે ?


    00:58
    View Solution
  6. નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે જણાવો : (a) રબરનો યંગ મૉડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે.


    00:59
    View Solution
  7. નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે જણાવો : (b) ગૂંચળાનું ખેંચાણ (લંબાઈ વધારો) તેના આકાર મૉડ્યુલસ પરથી નક્કી થાય છે.


    01:07
    View Solution
  8. 0.25 cm વ્યાસ ધરાવતા બે તાર પૈકી એક સ્ટીલનો અને બીજો પિત્તળનો બનેલો છે. આકૃતિ 9.13 મુજબ તેમને ભારિત કરેલ છે. ભારવિહીન અવસ્થામાં સ્ટીલના તારની લંબાઈ 1.5 m અને પિત્તળના તારની લંબાઈ 1.0 m છે. સ્ટીલ અને પિત્તળના તારમાં લંબાઈમાં થતાં વધારાની ગણતરી કરો.


    03:55
    View Solution
  9. ઍલ્યુમિનિયમના સમઘનની કિનારી (edge) 10 cm લાંબી છે. આ ઘનની એક સપાટી શિરોલંબ દિવાલ સાથે જડિત કરેલ છે. તેની વિરુદ્ધ તરફની સપાટીએ 100 kg દળ જોડવામાં આવે છે. ઍલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ 25 GPa હોય, તો આ સપાટીનું શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું થશે ?


    02:12
    View Solution
  10. નરમ સ્ટીલમાંથી બનાવેલા ચાર પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ટરને આધાર આપવામાં આવ્યો છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 cm અને 60 cm છે. ભાર–વહેંચણી સમાન રીતે થાય છે. તેમ ધારીને બધા નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો.


    03:06
    View Solution
  11. `15.2 mm xx 19.1 mm` લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતાં તાંબાના એક ટૂકડાને 44500 N બળના તણાવ વડે ખેંચવામાં આવે છે જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે છે, તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો.


    02:14
    View Solution
  12. સ્કી વિસ્તારમાં ઊડન ખટોલા (chair lift)નો આધાર સ્ટીલનો એક કૅબલ છે. જેની ત્રિજ્યા 1.5 cm છે. જો મહત્તમ પ્રતિબળ `10^(8) N m^(-2)` થી વધારી શકાતું ન હોય તો કૅબલ કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે ?


    01:28
    View Solution
  13. 2.0 m લંબાઈના ત્રણ તાર વડે 15 kg દળના દઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. ત્રણ પૈકી છેડાના બે તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય, તો તેમના વ્યાસના ગુણોત્તર શોધો.


    03:34
    View Solution
  14. ખેંચાયા વગરના 1.0 m લંબાઈ ધરાવતા સ્ટીલના તારને એક છેડે 14.5 kg દળને જડિત કરેલ છે. તેને ઊર્ધ્વ સમતલમાં વર્તુળાકારે ઘુમાવવામાં આવે છે. વર્તુળમાર્ગમાં નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ 2 પરિભ્રમણ /s છે. તારના આડછેદનું ક્ષેત્રફળ `0.065 cm^(2)` છે. જ્યારે જડિત કરેલ દળ વર્તુળમાર્ગમાં નિમ્નત્તમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈ-વધારાની ગણતરી કરો.


    03:40
    View Solution
  15. નીચે આપેલ માહિતી પરથી પાણી માટે બલ્ક મૉડ્યુલસની ગણતરી કરો. પ્રારંભિક કદ = 100.0 લિટર, દબાણનો વધારો = 100.0 atm (`1 atm = 1.013 xx 10^(5) Pa`), અંતિમ કદ = 100.5 લિટર. (અચળ તાપમાને) પાણી અને હવામાં બલ્ક મૉડ્યુલસની તુલના કરો. આ ગુણોત્તર શા માટે મોટો છે તે સરળ શબ્દોમાં સમજાવો.


    02:20
    View Solution
  16. એક લિટર પાણીનું 0.10 % સંકોચન કરવા તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે ? (B=2.2*10^9)


    01:28
    View Solution
  17. હીરાના એક જ સ્ફટિકમાંથી આકૃતિ 9.14માં દર્શાવ્યા મુજબના આકારનું એરણ (anvils) બનાવેલ છે. તેનો ઉપયોગ ઊંચા દબાણ હેઠળ દ્રવ્યની વર્તણૂક તપાસવા માટે થાય છે. એરણના સાંકડા છેડા પાસે સપાટ બાજુઓના વ્યાસ 0.50 mm છે. જો એરણના પહોળા છેડાઓ પર 50,000 Nનું દાબીય બળ લાગુ પાડેલ હોય, તો એરણના સાંકડા છેડે (tip) દબાણ કેટલું હશે.


    02:59
    View Solution
  18. 1.05 m લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતાં એક સળિયાને આકૃતિ 9.15માં દર્શાવ્યા મુજબ બે તાર વડે બંને છેડેથી લટકાવેલ છે. તાર A સ્ટીલ અને તાર B ઍલ્યુમિનિયમનો છે. તાર A અને તાર Bના આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે `1.0 mm^(2)` અને `2.0 mm^(2)` છે. સળિયા પર કયા બિંદુએ m દળ લટકાવવામાં આવે કે જેથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમના બંને તારમાં (a) સમાન પ્રતિબળ ?


    03:34
    View Solution
  19. 1.05 m લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતાં એક સળિયાને આકૃતિ 9.15માં દર્શાવ્યા મુજબ બે તાર વડે બંને છેડેથી લટકાવેલ છે. તાર A સ્ટીલ અને તાર B ઍલ્યુમિનિયમનો છે. તાર A અને તાર Bના આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે `1.0 mm^(2)` અને `2.0 mm^(2)` છે. સળિયા પર કયા બિંદુએ m દળ લટકાવવામાં આવે કે જેથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમના બંને તારમાં. (b) સમાન વિકૃતિ ઉદ્ભવે ?


    04:36
    View Solution
  20. ધાતુની બે પટ્ટીઓને છેડે, દરેકનો વ્યાસ 6.0 mm હોય તેવા ચાર રિવેટ દ્વારા એકબીજા સાથે જડેલ છે. રિવેટ પરનું આકાર પ્રતિબળ `6.9 xx10^(7) Pa` થી વધારી ન શકાય તે માટે જોડેલ પટ્ટીઓ પરનું મહત્તમ તણાવ કેટલું રાખવું જોઈએ ? દરેક રિવેટ એક ચતુર્થીશ બોજ વહન કરે છે તેમ ધારો.


    02:11
    View Solution
  21. પ્રશાંત મહાસાગરમાં આવેલી મરીના નામની ખાઈ પાણીની સપાટીથી 11 km ઊંડી છે. ખાઈના તળિયે પાણીનું દબાણ `1.1 xx10^(8) Pa` છે. `0.32 m^(3)` પ્રારંભિક કદ ધરાવતાં એક સ્ટીલના દડાને દરિયામાં નાંખતાં તે ખાઈના તળિયા સુધી પહોંચે છે, તો દડાના કદમાં થતો ફેરફાર કેટલો હશે ? સ્ટીલનો બલ્ક મૉડ્યુલસ 160 GPa છે.


    01:35
    View Solution

Exercise questions and complete solutions for chapter ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો