Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter કણોનાં તંત્રો અને ચાકગતિ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterકણોનાં તંત્રો અને ચાકગતિ
NCERTExercise
Number Of Questions40
Academic Year2023-24
  1. એક સમાન દળ ધરાવતા : ગોળા નું દ્રવ્યમાંન કેન્દ્રનું સ્થાન જણાવો..શું પદાર્થનું દ્રવ્યમાંન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે?


    01:34
    View Solution
  2. એક સમાન દળ ધરાવતા : નળાકાર નું દ્રવ્યમાંન કેન્દ્રનું સ્થાન જણાવો.શું પદાર્થનું દ્રવ્યમાંન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે?


    01:43
    View Solution
  3. એક સમાન દળ ધરાવતા : રિંગ નું દ્રવ્યમાંન કેન્દ્રનું સ્થાન જણાવો.શું પદાર્થનું દ્રવ્યમાંન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે?


    01:38
    View Solution
  4. એક સમાન દળ ધરાવતા ગોળા : સમઘનના આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે ?


    01:15
    View Solution
  5. એક બાળક એક લાંબી ટ્રૉલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત V ઝડપથી આગળ વધી રહી છે. જો આ બાળક ટ્રૉલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે, તો (ટ્રૉલી + બાળક) તંત્રના CMની ઝડપ કેટલી હશે?


    01:20
    View Solution
  6. દર્શાવો કે સદીશો a અને b થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ એ `axxb` ના મૂલ્યથી અડધું હોય છે.


    02:11
    View Solution
  7. x, y, z ઘટકો સાથે જેનો સ્થાનસદીશ r અને `p_x` , `p_y` , `p_z` ઘટકો સાથે વેગમાન p હોય તે કણના કોણીય વેગમાન I ના X, Y, Z અક્ષો પરના ઘટકો શોધો કે જો કણ ફક્ત x-y સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z-ઘટક જ હોય છે.


    04:37
    View Solution
  8. એક કારનું દળ 1800 kg છે. તેની આગળ અને પાછળની એકસેલ્સ (ધરીઓ) વચ્ચેનું અંતર 1.8 m છે. તેનું ગુરુત્વકેન્દ્ર આગળની એકસલથી 1.05 m પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડાં (વ્હીલ) અને પાછળના દરેક પૈડાં (વ્હીલ) પર લાગતું બળ શોધો.


    04:15
    View Solution
  9. ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા શોધો. ગોળાના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા `2 MR^(2)//5` છે તેમ આપેલ છે, જ્યાં M એ ગોળાનું દળ અને R એ ગોળાની ત્રિજ્યા છે.


    01:46
    View Solution
  10. M દળ અને R ત્રિજ્યાની એક તકતીની તેના કોઈ પણ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા `MR^(2)//4` છે. તકતીને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા શોધો.


    02:55
    View Solution
  11. સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પેલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સંમિતિ અક્ષને અનુલક્ષીને ચાકગતિને કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે?


    02:18
    View Solution
  12. 20 kg દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને `100 rads^(-1)` કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ નળાકારની ત્રિજ્યા 0.25 m છે. આ નળાકારની ચાકગતિ સાથે સંકળાયેલ ગતિઉર્જા કેટલી હશે? તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે?


    02:17
    View Solution
  13. ઍક બાળક તેના બે હાથ પહોળા કરીને ટર્નટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્નટેબલ એ `40 rev//min` ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના હાથોને પાછા વાળે અને તેનાથી તે તેની જડત્વની ચાકમાત્રા નું મૂલ્ય ઘટાડીને તે તેની પ્રારંભિક જડત્વની ચાકમાત્રાના મૂલયનું 2/5 ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી થશે? ટર્નટેબલ ઘર્ષણરહિત ફરે છે એમ ધારો .


    02:00
    View Solution
  14. 3 kg દળ અને 40 cm ત્રિજ્યાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીંટળેલ છે. જો આ દોરડાને 30 N બળથી ખેંચવામાં આવે, તો આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે? દોરડાનો રેખીય પ્રવેગ કેટલો હશે? એમ ધારોકે અહી દોરડું સરકતું નથી.


    02:43
    View Solution
  15. એક રોટરને 200 `rad s^(-1)` એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 N m ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે. આ માટે એન્જિને કેટલો પાવર આવશ્યક છે? (નોંધ : ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે શૂન્ય ટોર્ક , વ્યવહારમાં , ઘર્ષણવાળા ટોંર્કનો સામનો કરવા માટે લગાડવા પડતાં ટોર્કની જરૂરિયાત છે.) એમ ધારોકે એન્જિન 100 % કાર્યક્ષમ છે.


    01:18
    View Solution
  16. R ત્રિજ્યાની એક સમાન તકતીમાથી, `R//2` ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી ` R//2` અંતરે છે. પરિણામી સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો.


    04:00
    View Solution
  17. એક મીટર-પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે. જ્યારે એવા બે સિક્કા કે જે દરેકનું દળ 5 gm છે તેમણે 12 cm ના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે આ પટ્ટી 45.0 cm પર સંતુલિત થાય છે. આ મીટર-પટ્ટીનું દળ શું હશે?


    03:58
    View Solution
  18. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચેશે?


    01:07
    View Solution
  19. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવતા બે ઢળતા સમતલ પરથી ગબડે છે. શું એક સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લેશે?


    02:45
    View Solution
  20. 2 m ત્રિજ્યાના એક વલયનું દળ 100 kg છે. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ `20 cm//s` હોય, તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે ?


    02:32
    View Solution
  21. ઓક્સિજન અનુનું દ્રવ્યમાંન 5.30*10^(-26)kg અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષ ને અનુલક્ષીને તેની જડતવાની ચકમત્રા `1.94x10^(-46)kg m^(2)` છે. ધારોકે કોઈ ગેસ માં આવા અનુની શરેરઆશ ઝડપ 500 m/s છે અને તેના પરિભ્રમણ ની ગતિઊર્જા એ તેના સ્થાનાંતર ની ગતિ ઊર્જા થી બે તૃતીયાંશ જેટલી છે તો અણુનો સરેરાશ કોણીય વેગ શોધો


    02:04
    View Solution
  22. `30^@` ના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 m/s ગતિ ધરાવે છે. નળાકાર આ ઢળતા પાટિયા પર કેટલો ઉપર જશે?


    03:23
    View Solution
  23. `30^@` ના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા ઉપર એક નક્કર નળાકાર ગબડીને ઉપર તરફ જાય છે. આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 m/s ગતિ ધરાવે છે. તળિયે પછ આવવા માટે તેને કેટલો સમય લાગશે?


    04:24
    View Solution
  24. એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. તેના સમક્ષિતિજ ટટ્ટાર રાખેલ દરેક હાથમાં 5 kg દળ ધરાવે છે. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લાવે છે. જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 cm થી બદલાઈને 20 cm થાય છે. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાકમાત્રા `7.6 kg m^2` જેટલી અને અચળ લેવામાં આવે છે. તેમની નવી કોણીય ઝડપ કેટલી હશે? (ઘર્ષણ અવગણો.)


    05:22
    View Solution
  25. એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. તેના સમક્ષિતિજ ટટ્ટાર રાખેલ દરેક હાથમાં 5 kg દળ ધરાવે છે. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લાવે છે. જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 cm થી બદલાઈને 20 cm થાય છે. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાકમાત્રા `7.6 kg m^2` જેટલી અને અચળ લેવામાં આવે છે. તેમની નવી કોણીય ઝડપ કેટલી હશે? (ઘર્ષણ અવગણો.)


    05:22
    View Solution
  26. 10 g દળ અને `500 m//s` ઝડપની એક બંદૂકની ગોળી (બુલિટ)ને બારણા પર છોડવામાં આવે છે અને તે બારશાંની બરાબર મધ્યમાં જડાઈ જાય છે. બારણું 1.0 દ પહોળું છે અને તેનું વજન 12 kg છે. તે એક છેડેથી લટકાવેલ છે અને તે લગભગ ધર્ષણ વિના એક શિરોલંબ અક્ષ ફરતે બ્રમણ કરે છે. તેમાં બુલિટ જડિત થયા પછી બારણાંની તત્કાલીન કોણીય ઝડપ શોધો. (સુચના : એક છેડાની ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને બારણાંની જડત્વની ચાકમાત્રા `ML^(2)//3` છે.)


    02:55
    View Solution
  27. બે તકતી કે જેમની તેમની સંબંધિત અક્ષો (તક્તીને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતાં હોય છે) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા `I_1` અને `I_2` છે અને તે `w_1` અને `w_2` કોણીય ઝડપે ભ્રમણ કરે છે. તેમણે તેમના પરિભ્રમણ અક્ષો સંપાત થાય તેમ એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે : આ બે-તક્તી તંત્રની કોણીય ઝડપ શું છે?


    01:34
    View Solution
  28. લંબ અક્ષોનો પ્રમેય સાબિત કરો. (સૂચના : x-y સમતલને લંબરૂપે અને ઉદગમબિંદુમાંથી પસાર થતી અક્ષથી કોઈ એક બિંદુ (x,y)ના અંતરનો વર્ગ એ `x^(2) + y^(2) છે.)


    03:59
    View Solution
  29. ગતિશાસ્ત્રની વિચારધારાનો ઉપયોગ કરીને (એટલે કે બળો અને ટોર્કના વિચાર દ્વારા) સાબિત કરો કે h ઊંચાઈના ઢળતા પાટિયાના તળિયે તેના પરથી ગબડતા પદાર્થ (જેમકે રિંગ, તક્તી, નળાકાર અથવા ગોળા જેવા) નો સ્થાનાતરણ વેગ vનું મૂલ્ય `v^(2) = frac (2gh)(1+ k^(2)// R^(2))` દ્વારા આપવામાં આવે છે. નોંધો k એ પદાર્થની સંમિત અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા છે અને પદાર્થની ત્રિજ્યા છે. પદાર્થ તેની ગતિ પાટિયાની ટોચ પરથી સ્થિર અવસ્થામાંથી શરૂ કરે છે.


    03:36
    View Solution
  30. `w_0` કોણીય ઝડપ સાથે તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી એક તક્તીને સંપૂર્ણ ઘર્ષણરહિત ટેબલ પર હળવેથી (કોઈ પણ સ્થાનાતરિત બળ વગર) મૂકવામાં આવે છે. તકતીની ત્રિજ્યા R છે. આકૃતિ 7.41 માં તક્તી પર દર્શાવેલ બિંદુએ A, B અને C ના રેખીય વેગો કેટલા હશે? શું દર્શાવેલ દિશામાં તક્તી ગબડશે?


    01:40
    View Solution
  31. સમજાવો કે આકૃતિ 7.41 માંની તક્તીને દર્શાવેલ દિશામાં ગબડવા માટે ઘર્ષણ શા માટે જરૂરી છે. સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા B આગળ ઘર્ષણ બળની અને ઘર્ષણથી ઉદભાવતા ટોર્કની દિશા આપો.


    01:16
    View Solution
  32. સમજાવો કે આકૃતિ 7.41 માંની તક્તીને દર્શાવેલ દિશામાં ગબડવા માટે ઘર્ષણ શા માટે જરૂરી છે. સંપૂર્ણ રોલિંગ શરૂ થાય તે પહેલા B આગળ ઘર્ષણ બળની અને ઘર્ષણથી ઉદભાવતા ટોર્કની દિશા આપો.


    01:16
    View Solution
  33. 10 kg દળ અને 15 cm ત્રિજ્યાનો એક નળાકાર `30^@`થી ઢળતા પાટિયા પર સંપૂર્ણપણે ગબડે છે. સ્થિર ઘર્ષણાક `mu_s = 0.25`. નળાકાર પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે?


    01:30
    View Solution
  34. 10 kg દળ અને 15 cm ત્રિજ્યાનો એક નળાકાર `30^@`થી ઢળતા પાટિયા પર સંપૂર્ણપણે ગબડે છે. સ્થિર ઘર્ષણાક `mu_s = 0.25`. રોલિંગ દરમિયાન ઘર્ષણ સામે કેટલું કાર્ય કરવામાં આવ્યું હશે?


    01:45
    View Solution
  35. 10 kg દળ અને 15 cm ત્રિજ્યાનો એક નળાકાર `30^@`થી ઢળતા પાટિયા પર સંપૂર્ણપણે ગબડે છે. સ્થિર ઘર્ષણાક `mu_s = 0.25`. જો આ પાટિયાનો ઢોળાવ `theta` વધારવામાં આવે તો `theta` ના ક્યાં મૂલ્ય માટે આ નળાકાર સંપૂર્ણત : ગબડવાને બદલે સરકવાનું શરૂ કરશે?


    01:30
    View Solution
  36. નીચેનું દરેક વિધાન કાળજીપૂર્વક વાંચો અને તે સાચું છે કે ખોટું તે કારણ સાથે જણાવો: રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ એ તે દિશામાં લાગે છે કે જે દિશામાં પદાર્થના CMની ગતિ હોય.


    01:21
    View Solution
  37. નીચેનું દરેક વિધાન કાળજીપૂર્વક વાંચો અને તે સાચું છે કે ખોટું તે કારણ સાથે જણાવો: રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુની તાત્ક્ષણિક ઝડપ શૂન્ય છે.


    01:13
    View Solution
  38. નીચેનું દરેક વિધાન કાળજીપૂર્વક વાંચો અને તે સાચું છે કે ખોટું તે કારણ સાથે જણાવો: રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુનો તાત્ક્ષણિક પ્રવેગ શૂન્ય છે.


    00:55
    View Solution
  39. નીચેનું દરેક વિધાન કાળજીપૂર્વક વાંચો અને તે સાચું છે કે ખોટું તે કારણ સાથે જણાવો: શુદ્ધ (સંપૂર્ણ) રોલિંગ ગતિ માટે, ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય શૂન્ય છે.


    01:17
    View Solution
  40. નીચેનું દરેક વિધાન કાળજીપૂર્વક વાંચો અને તે સાચું છે કે ખોટું તે કારણ સાથે જણાવો: એક સંપૂર્ણ ઘર્ષણરહિત ઢળતા પાટિયા પરથી નીચે તરફ ગતિ કરતાં એક વ્હીલ સરકતી (રોલિંગ નહીં) ગતિ કરશે.


    01:12
    View Solution

Exercise questions and complete solutions for chapter કણોનાં તંત્રો અને ચાકગતિ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS કણોનાં તંત્રો અને ચાકગતિ