Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter સમતલમાં ગતિ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterસમતલમાં ગતિ
NCERTExercise
Number Of Questions55
Academic Year2023-24
  1. નીચે આપેલી ભૌતિકરાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે : કદ, દ્રવ્યમાન, ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલસંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર, કોણીય વેગ


    01:59
    View Solution
  2. નીચે આપેલ યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો : બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુતપ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુતક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાકમાત્રા, સાપેક્ષ વેગ.


    00:59
    View Solution
  3. નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો : તાપમાન, દબાણા, આઘાત, સમય, પાવર, કુલ પથલંબાઈ, ઊર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક, વિદ્યુતભાર.


    01:02
    View Solution
  4. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ? બે અદિશોનો સરવાળો


    00:57
    View Solution
  5. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ? સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો


    01:00
    View Solution
  6. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ? એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર


    00:42
    View Solution
  7. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ? બે અદિશોનો ગુણાકાર


    00:44
    View Solution
  8. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ? એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો


    00:51
    View Solution
  9. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે ? એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો


    00:51
    View Solution
  10. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : કોઈ સદિશનું મૂલ્ય હંમેશાં અદિશ હોય છે.


    01:00
    View Solution
  11. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : કોઈ સદિશનો દરેક ઘટક હંમેશાં અદિશ હોય છે.


    00:57
    View Solution
  12. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથલંબાઈ હંમેશાં સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે.


    00:54
    View Solution
  13. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : કોઈ કણની સરેરાશ ઝડપ (કુલ પથલંબાઈ ભાગ્યા તે પથ કાપવા લાગેલો સમય) સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે.


    01:24
    View Solution
  14. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી.


    01:26
    View Solution
  15. નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો : `abs(a+b)leabs(a)+abs(b)` તેમાં સમતાનું ચિહન ક્યારે લાગુ પડે છે ?


    01:15
    View Solution
  16. નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો : `abs(a+b)geabs(a)-abs(b)` તેમાં સમતાનું ચિહન ક્યારે લાગુ પડે છે ?


    03:28
    View Solution
  17. નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો : `abs(a-b)leabs(a)+abs(b)`


    03:16
    View Solution
  18. નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો : `abs(a-b)geabs(a)-abs(b)` તેમાં સમતાનું ચિહન ક્યારે લાગુ પડે છે ?


    02:32
    View Solution
  19. ત્રણ છોકરીઓ 200 m ત્રિજયાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે તે સપાટીની કિનારી પર બિંદુ Pથી સ્કેટિંગ શરૂ કરે છે તથા Pના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિ (4.20)માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે, દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે ? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથલંબાઈ જેટલું થશે ?


    01:37
    View Solution
  20. કોઈ સાઇકલ-સવાર 1 km ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર Oથી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે, ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાઇકલ ચલાવતા ચલાવતા QO માર્ગે (આકૃતિ 4.21માં દર્શાવ્યા મુજબ) કેન્દ્ર O પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય, તો સાઇકલ-સવારનું (a) ચોખ્ખું સ્થાનાંતર (b) સરેરાશ વેગ તથા (c) સરેરાશ ઝડપ કેટલી હશે ?


    02:38
    View Solution
  21. એક ખુલ્લા મેદાનમાં એક કારચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ `60^circ` ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, કારચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો, આ દરેક સ્થિતિમાં કારચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો.


    05:29
    View Solution
  22. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઊતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 km દૂર છે. ટેક્સી ડ્રાઇવર મુસાફરને 23 km લંબાઈના વાંકાચૂંકા માર્ગે 28 minમાં હોટલ પર પહોંચાડે છે, તો : ટેક્સીની સરેરાશ ઝડપ શોધો


    01:34
    View Solution
  23. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઊતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 km દૂર છે. ટેક્સી ડ્રાઇવર મુસાફરને 23 km લંબાઈના વાંકાચૂંકા માર્ગે 28 minમાં હોટલ પર પહોંચાડે છે, તો : સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે ?


    02:01
    View Solution
  24. વરસાદ શિરોલંબ દિશામાં `30 m s^(-1)` ની ઝડપથી પડી રહ્યો છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ `10 m s^(-1)` ની ઝડપથી સાઇકલ ચલાવી રહી છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ?


    02:23
    View Solution
  25. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4.0 km//hની ઝડપથી તરી શકે છે. 1 km પહોળાઈની નદીનું પાણી 3.0 km/hની અચળ ઝડપથી વધી રહ્યું હોય અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય, તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે ?


    02:53
    View Solution
  26. એક બંદર (Harbour) પાસે હવા 72 km//h ઝડપથી વધી રહી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો N-E દિશામાં ફરકી રહ્યો છે. જો આનૌકા ઉત્તર દિશામાં 51 km//hની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે, તે નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે.


    04:27
    View Solution
  27. એક લાંબા હોલની છત 25 m ઊંચી છે. `40 ms^1` ની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે ?


    02:51
    View Solution
  28. 80 cm લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. જો પથ્થર 25 secમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય, તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો ?


    02:39
    View Solution
  29. એક વિમાન `900 km^(-1)`ની અચળ ઝડપથી ઊડી રહ્યું છે અને 1.00 km ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે, તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો.


    01:49
    View Solution
  30. નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચાં છે કે ખોટાં : વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશાં વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે.


    00:55
    View Solution
  31. નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચાં છે કે ખોટાં : કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશાં તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે.


    00:40
    View Solution
  32. નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચાં છે કે ખોટાં : નિયમિત વર્તુળ ગતિ કરતાં કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય છે.


    00:47
    View Solution
  33. એક કણનો સ્થાનસદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે : `r=3.0thati-2.0 t^2hatj + 4.0 hatkm` જ્યાં t સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે. : કણનો v તથા a મેળવો.


    01:17
    View Solution
  34. એક કણનો સ્થાનસદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે : `r=3.0thati-2.0 t^2hatj + 4.0 hatkm` જ્યાં t સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે. : t = 2.0 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો.


    02:33
    View Solution
  35. કોઈ કણ t = 0 સમયે ઊગમબિંદુથી `10.0 hat j m//s`ના વેગથી ગતિ શરૂ કરે છે અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ `(8.0hati + 2.0hatj)` `ms^(-2)` તો કયા સમયે તેનો x-યામ 16 m થશે ? આ સમયે તેનો y-યામ કેટલો હશે ?


    02:49
    View Solution
  36. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી ક્યો સાચો છે ? : `upsilon_સરેરાશ = (1//2) (upsilon(t_1) + upsilon(t_2))`


    00:53
    View Solution
  37. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી ક્યો સાચો છે ? : `upsilon_સરેરાશ = [r(t_2) - r(t_1)]//(t_2 - t_1)`


    00:47
    View Solution
  38. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી ક્યો સાચો છે ? : `upsilon(t) = upsilon(0) + at`


    00:40
    View Solution
  39. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી ક્યો સાચો છે ? : `r(t) = r(0) + upsilon(0)t + (1//2) at^2`


    00:48
    View Solution
  40. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી ક્યો સાચો છે ? : `a_સરેરાશ = [upsilon(t_2) - upsilon(t_1)] // (t_2 - t_1)` (અહીં 'સરેરાશ મૂલ્ય' `t_1` થી `t_2` સમયગાળા સાથે સંબંધિત ભૌતિકરાશિનું સરેરાશ મૂલ્ય છે.)


    00:55
    View Solution
  41. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : અદિશ રાશિ તે છે કે જે : કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે.


    00:54
    View Solution
  42. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : અદિશ રાશિ તે છે કે જે : તે ક્યારેય ઋણ નથી હોતી.


    00:48
    View Solution
  43. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : અદિશ રાશિ તે છે કે જે : તે પરિમાણરહિત હોય છે.


    00:37
    View Solution
  44. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : અદિશ રાશિ તે છે કે જે : અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી.


    01:06
    View Solution
  45. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું : અદિશ રાશિ તે છે કે જે : તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે પછી ભલે તેના મામાક્ષોનાં નમન (Orientations) જુદાં હોય.


    00:48
    View Solution
  46. કોઈ વિમાન પૃથ્વીથી 3400 mની ઊંચાઈએ ઊડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 secમાં કપાયેલ અંતર `30^circ` નો કોણ બનાવતું હોય, તો વિમાનની ઝડપ કેટલી હશે ?


    02:21
    View Solution
  47. કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે ? શું સમય સાથે તે બદલાઈ શકે ? શું અવકાશમાં જુદાંજુદાં સ્થાનો પાસે બે સમાન સદિશો a તથા b સમાન ભૌતિક અસર દર્શાવશે ? તમારા જવાબના સમર્થનમાં ઉદાહરણ આપો.


    01:32
    View Solution
  48. કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું તેનો અર્થ એ થાય કે કોઈ રાશિ જેને માન અને દિશા.બંને હોય તે સદિશ જ હશે ? કોઈ વસ્તુનું પરિભ્રમણ, ભ્રમણાક્ષની દિશા તથા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય છે. શું તેનો અર્થ એ થાય કે કોઈ પણ પરિભ્રમણ એક સદિશ છે ?


    01:18
    View Solution
  49. સમજાવો: કોઈ વર્તુળાકાર લુપમાં વાળેલ તારની લંબાઈ (b) કોઈ સમતલ ક્ષેત્રફળ (c) કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય ? સમજાવો.


    02:15
    View Solution
  50. સમજાવો: કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય ? સમજાવો.


    00:44
    View Solution
  51. બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે `30^circ`ના કોણે છોડેલી ગોળી જમીનને 3.0 km દૂર અથડાય છે. પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5.0 km દૂર આવેલા લક્ષ્ય પ૨ ગોળી મારી શકીએ ? ગણતરી કરીને જણાવો. હવાનો અવરોધ અવગણો.


    01:42
    View Solution
  52. એક ફાઇટર જેટ પ્લેન 1.5 kmની ઊંચાઈ પર 720 km//hની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઊડી રહ્યું છે, જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી `600 m s^(-1)`ની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય ? ફાઇટર પ્લેનના પાઇલોટે લધુતમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે ? `(g = 10 ms^(-2))`


    05:15
    View Solution
  53. એક સાઇક્લ-સવાર 27 km//h ની ઝડપથી સાઇકલ ચલાવી રહ્યો છે. જેવો તે રસ્તા પર 80 m ત્રિજયાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તેવો તે, બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.50 m/sના એક સમાન દરથી ઓછી કરે છે. વર્તુળાકાર પથ પર સાઇકલ-સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા.શોધો.


    02:32
    View Solution
  54. દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ x-અક્ષ તથા તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમયના પદમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય છે : `theta(t)=tan^(-1)(frac{upsilon_(0y)-"gt"}(nu_(0x)))`


    01:29
    View Solution
  55. ઊગમબિંદુ આગળથી પ્રસિદ્ધ કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ `theta_(0)=tan^(-1)(frac{4h_m}(R))` વડે અપાય છે તેમ સાબિત કરો. અહીં સંજ્ઞાઓને પ્રચલિત અર્થ છે.


    02:40
    View Solution

Exercise questions and complete solutions for chapter સમતલમાં ગતિ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS સમતલમાં ગતિ